હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓને સુવર્ણતક: મોરબીના નવયુગ સંકૂલ ખાતે MBA અને M.Sc પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષની શરૂઆત


SHARE

















વિદ્યાર્થીઓને સુવર્ણતક: મોરબીના નવયુગ સંકૂલ ખાતે MBA અને M.Sc પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષની શરૂઆત

મોરબીના નવયુગ સંકૂલ ખાતે અત્યાર સુધી ચાર કોલેજ કાર્યરત હતી જો કે, ચાલુ વર્ષથી MBA અને M.Sc (Microbiology) જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના બે અભ્યાસક્રમ તેમજ કોમર્સ કોલેજ અને નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓને ઘર આંગણે જ હવે નવયુગ ગ્રૂપ ઓફ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસનો લાભ મળશે જેથી વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી છે

મોરબીના વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે રાજકોટ,અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું તે હવે ઘર આંગણે મોરબીની સર્વશ્રેષ્ઠ નવયુગ કોલેજમાં અભ્યાસ કરી શકશે અને અહિયાં MBA અને M.Sc જેવા માસ્ટર ડીગ્રીના કોર્ષ ઉપલબ્ધ થઈ રહ્યા છે આથી સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા મોરબી શહેર એટલે સીરામીકનું હબ અને ઈન્ડસ્ટ્રીયલનું હબને હવે બેસ્ટ મેનેજમેન્ટની યુવાનોની ટીમ નવયુગ MBA માંથી મળી રહેશે. તેમજ નવયુગ MSC માંથી સાયન્ટીસ્ટ જેવા માઈન્ડ ધરાવતા યુવાનો તૈયાર થશે ત્યારે પત્રકારોને માહિતી આપતા સંસ્થાના સુપ્રીમો પી.ડી.કાંજીયાએ જણાવ્યુ હતું કે, મોરબીના શિક્ષણ જગતને સાયન્સ અને મેથના શિક્ષકો તથા તજજ્ઞો પણ અહીંથી મળી રહેશે. અને મોરબીને સારા અધિકારીની ટીમ મળી પણ ભવિષ્યમાં મળશે વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબીમાં ઘર આંગણે જ માસ્ટર ડિગ્રીના બે કોર્ષ વિદ્યાર્થીઓને મળવાથી વિદ્યાર્થીને અભ્યાસમાં સરળતા રહેશે અને તેમના વાલીઓને પણ બિન જરૂરી ખર્ચમાંથી મુક્તિ મળી જશે આ તકે ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભિલા, અમેબીએના પ્રિન્સિપાલ પંડિત સહિતના હાજર રહ્યા હતા




Latest News