ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
Breaking news
Morbi Today

પોલીસ પેટ્રોલીંગના ધજાગરા: મોરબીમાં ઘરમાં સૂતેલી મહિલાને ખલેલ પહોચડ્યા વગર સોનાના દાગીના-રોકડની ચોરી


SHARE

















પોલીસ પેટ્રોલીંગના ધજાગરા: મોરબીમાં ઘરમાં સૂતેલી મહિલાને ખલેલ પહોચડ્યા વગર સોનાના દાગીના-રોકડની ચોરી

 મોરબીના ન્યુ ચંદ્રેશ નગરમાં રહેણાક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાં મહિલા સૂતી હતી ત્યારે ઘરમાં ઘૂસીને ઘરમાંથી તસ્કરે કબાટના તાળા ખોલીને તેમાંથી બે સોનાના ચેન અને રોકડા ૩૦૦૦૦ રૂપિયાની ચોરી કરેલ છે અને મહિલા જાગી જતાં તેને ઘરમાં ઘૂસેલા શખ્સને પડકારતા તસ્કર ઘરમાંથી દોટ મૂકીને નાસી ગયો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી પરંતુ આ બનાવને લગભગ ૪૮ કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે ચોરીની આ ઘટનાની કોઈ ફરિયાદ નોંધાયેલ નથી અને જે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હતા તે આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની માહિતી સામે આવી રહી છે 

મોરબી જિલ્લામાં જાણે કે તસ્કર રાજ હોય તેમ જુદા જુદા વિસ્તારોની અંદર તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે થોડા સમય પહેલા હળવદની અંદર જુદા જુદા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ લગાતાર બનતી હતી જેથી લોકોમાં પોલીસના અસ્તિત્વને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને ત્યારબાદ માળિયા, મોરબી સહિતના વિસ્તારોની અંદર પણ જે તે સમયે ચોરીની ઘટનાઓ બની હતી તેવી જ રીતે મોરબી શહેરના ન્યુ ચંદ્રેશ નગરમાં રહેતા અને સીરામીકમાં નોકરી કરતા વ્યક્તિના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી સોનાના બે ચેન તેમજ રોકડ રકમની ચોરી કરીને તસ્કર નાસી ગયેલ છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી ચોરીના આ બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાઇ નથી

સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા મહેશભાઈ પરબતભાઈ બોપલિયાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તેઓ નોકરીએ ગયા હતા ત્યારે તેમના પત્ની નીચેના રૂમમાં સૂતા હતા અને તેમનો દીકરો તથા પુત્રવધુ ઉપરના ભાગે મકાનમાં સુતા હતા દરમ્યાન રાત્રીના સમયે આ વિસ્તારમાં પાણી આવતું હોવાના કારણે લોકો દ્વારા એક મેકના ઘરે પાણી મળી રહે તે માટે થઈને મોટર ચાલુ કરવા માટે બહારના દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હોય છે દરમિયાન તકનો લાભ લઈને સોમવારે રાત્રિના સમયે તસ્કરે મહેશભાઈ બોપલિયાના રહેણાક મકાનને નિશાન બનાવ્યું હતું અને તેઓના મકાનનો નીચેનો દરવાજો ખુલ્લો હતો ત્યારે અજાણ્યો શખ્સ તેના ઘરની અંદર આવ્યો હતો અને મહેશભાઈના પત્ની ઘરમાં સુતા હતા તેની પાછળના રૂમમાં જઈને તિજોરી ખોલીને તેમાંથી સોનાના બે સાડા ત્રણ તોલાના ચેન તેમજ ૩૦ હજાર રૂપિયા રોકડાની ચોરી કરેલ છે

અત્રે ઉલેખનીય મહેશભાઈના ઘરમાં ચોરી કરવા માટે ઘૂસેલ શખ્સ જ્યારે ઘરની બહાર જતો હતો ત્યારે વસ્તુ નીચે પડવાના કારણે અવાજ થતા મહેશભાઈના પત્ની જાગી ગયા હતા અને તેને ચોરને પડકાર્યો હતો જેથી બુકાનીધારી શખ્સ તાત્કાલિક દોટ મૂકીને નાસી ગયો હતો અને ત્યારબાદ ઘરમાં ચેક કરતા સોનાના બે ચેન અને રોકડા ૩૦૦૦૦ રૂપિયા આરોપી લઈ ગયેલ છે અને આ બનાવની સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતા સોમવારે રાતે અને મંગળવારે સવારે પોલીસે તેના ઘરે ગઈ હતી જો કે, ચોરીના આ બનાવ સંદર્ભે હજુ સુધી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચોરીની આ ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા તસ્કર આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોવાની પણ ચર્ચા છે પરંતુ હજી તે પોલીસ પકડથી દૂર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી થોડા સમય પહેલા જ્યારે ગૃહમંત્રી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ક્રાઈમરેટ ઓછો આવી રહ્યો છે જોકે, આવી રીતે ચોરીની ઘટના બન્યાની ૪૮ કલાક પછી પણ ચોરીની ફરિયાદ ન નોંધવામાં આવે તો સ્વાભાવિક રીતે મોરબી જિલ્લામાં ક્રાઈમ રેટ નીચો આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News