પોલીસ પેટ્રોલીંગના ધજાગરા: મોરબીમાં ઘરમાં સૂતેલી મહિલાને ખલેલ પહોચડ્યા વગર સોનાના દાગીના-રોકડની ચોરી
મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામા મદ્રેશા સહિતના ચાર ધાર્મિક દબાણ પાલિકાએ તોડી પાડ્યા
SHARE









મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામા મદ્રેશા સહિતના ચાર ધાર્મિક દબાણ પાલિકાએ તોડી પાડ્યા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધાર્મિક દબાણો કરવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક લોકો દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકામાં ફરિયાદો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આજરોજ પોલીસ બંદોબસ્ત રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવવામાં આવેલ એક મદ્રેસા અને ત્રણ મંદિરોને તોડી પાડવામાં આવ્યા છે
લોકોને ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે સરકાર દ્વારા હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે અંતર્ગત મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તૈયાર કરવામાં આવ્યા છે અને તેનો પારદર્શક ડ્રો કરીને લોકોને તે મકાન ફાળવી દેવામાં આવ્યા છે અને હાલમાં ધીમે ધીમે કરતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદરના ભાગમાં એક મદ્રેસા અને ત્રણ મંદિરો બનાવવામાં આવ્યા હતા જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની ફરિયાદો કરવામાં આવી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મોરબી પાલિકામાં અગાઉ મદ્રેશાના દબાણ માટે ફરિયાદ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કરવામાં આવેલ મદ્રેસા અને ત્રણ મંદિરો આમ કુલ મળીને ચાર ધાર્મિક દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાસેથી જાણવા મળેલ છે
