મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વંદે ગુજરાત વિકાસયાત્રા સાથે રોપાઓનું વિતરણ કરાયું


SHARE

















મોરબીમાં વંદે ગુજરાત વિકાસયાત્રા સાથે રોપાઓનું વિતરણ કરાયું

હાલમાં ચોમાસાની ઋતુના પગરણ મંડાઇ ચુક્યા છે.વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખી આ ઋતુમાં વધુ ને વધુ વૃક્ષારોપણ તેમજ તેમનું જતન થાય તે અંગેની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે વન વિભાગ દ્વારા રોપા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને વન વિભાગની ટીમ દ્વારા વૃક્ષા રોપણનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, મહેમાનો તેમજ નગરજનોને વિવિધ ઔષધિય મહત્વ ધરાવતા રોપા તેમજ અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન સંરક્ષક ચીરાગ અમીન, સામાજિક વનીકરણ રાઉન્ડ ફોરેસ્ટર સોનલબેન શીલુ, ચેર રેન્જ આર.એફ.ઓ. દાફડા, બીટગાર્ડ કે.ડી.બડીયાવદર સહિતના વન વિભાગના અધિકારી/કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વન વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણનો લાભ લઇ પોતાના ઘરની આસપાસ વૃક્ષ ઉછેરનો સંકલ્પ લીધો હતો.




Latest News