હળવદમાં 10 ટકા લેખે રૂપિયા લેનારા યુવાને ત્રણ ગણી રકમ ચુકવી છતાં યુવાનનું અપહરણ કરીને માર માર્યો
મોરબીના હરિઓમ પાર્ક અને ટંકારાના જયનગર પાસે જુગારની બે રેડ: 8 જુગારી પકડાયા, 1 ની શોધખોળ
SHARE









મોરબીના હરિઓમ પાર્ક અને ટંકારાના જયનગર પાસે જુગારની બે રેડ: 8 જુગારી પકડાયા, 1 ની શોધખોળ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કના રહેણાંક મકાનમાં તેમજ ટંકારાના જય નગર પાસે ખુલ્લી જગ્યામાં જુગારની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને આઠ જુગારીઓ ઝડપાયા હતા અને ટંકારાની રેડ દરમિયાન એક જુગારી ત્યાંથી નાસી છૂટ્યો હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
મોરબી હળવદ રોડ ઉપર ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ વલ્લભભાઈ કાકડીયા, મનસુખભાઈ મગનભાઈ જીવાણી, રાજદિપસિંહ ઉર્ફે રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઈ છગનભાઈ જાકાસણા અને ચિરાગભાઈ ભાઈલાલભાઈ જોશી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 46,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર તારા હેઠળ ગુનો નોંધીને આરોપી તથા મુદ્દા માલ તાલુકા પોલીસ સોંપી આપેલ છે
ટંકારાના દેવીપુજકવાસમાં જયનગર પાસે ઠાકરશીભાઈ પટેલની દુકાનની પાછળ ખુલી જગ્યામાં જુગાર રમતાઓની વાતની મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દશરથભાઈ રમેશભાઈ સોલંકી, કરમશીભાઈ તેજાભાઈ છીપરીયા, ભારાભાઇ ઉર્ફે માંડાભાઈ વિરમભાઈ લામકા અને ભાવેશભાઈ કાળુભાઈ સોલંકી જુગાર રમતા હતા જેથી કરીને પોલીસે ત્રણ શખ્સો ની ધરપકડ કરી છે અને એક શખ્સ નાસી છૂટ્યો હોય તેને પકડવા માટે તજવી શરૂ કરેલ છે હાલમાં પોલીસે 16,800 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો છે
