માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં 5 અને ટંકારા- હળવદમાં પોણા બે ઇંચ વરસાદ: હજનારીથી કુંતાસી તરફ જવાનો રસ્તો બંધ


SHARE

















મોરબીમાં 5 અને ટંકારા- હળવદમાં પોણા બે ઇંચ વરસાદ: હજનારીથી કુંતાસી તરફ જવાનો રસ્તો બંધ

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન લોકો અને ખાસ કરીને ધરતી પુત્રો પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા દરમિયાન રવિવારે સવારથી લઈને સાંજ સુધીમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે અને એકથી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હોવાનું જાણવા મળેલ છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખૂબ સારો હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને ખાસ કરીને હજનારીથી કુંતાસી તરફ જવાના રસ્તા ઉપર આવતા કોઝવેમાં પાણી આવી ગયું હોવાથી લોકોને અવર-જવર માં હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં રસ્તો બંધ થઈ ગયો છે

સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા વરસી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે ઘણા જિલ્લાઓની અંદર મેઘ તાંડવ પણ જોવા મળી રહ્યું છે જોકે મોરબી જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે અને હાલમાં પણ વરસાદ ધીમીધારે ચાલી રહ્યો છે જોકે રવિવારના દિવસની વાત કરીએ તો રવિવારે સવારથી લઈને રાત સુધીમાં મેઘરાજાએ ધીમીધારે બેટિંગ કરી હતી જોકે મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં રાત્રિના નવ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીમાં લગભગ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો 

એટલે કે રાત્રિ દરમિયાન મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કર્યું હોવાથી મોરબીના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા તેમજ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા ઉપર પણ પાણી આવી ગયા હોવાથી લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના હજનારી ગામ તરફ થી કુંતાસી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી રસ્તો વહેલી સવારથી બંધ થઈ ગયો હતો અને ત્યાંથી નીકળવા માટે થઈને લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડતો હતો

મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી 24 કલાકમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં 121 એમએમ, હળવદ તાલુકામાં 42 એમએમ, ટંકારા તાલુકામાં 41 એમએમ, વાંકાનેર તાલુકામાં 23 એમએમ અને માળિયામાં 1 એમએમ વરસાદ વરસ્યો છે અને જો સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં 291 એમએમ હળવદ તાલુકામાં 148 એમએમ, ટંકારા તાલુકામાં 305 એમએમ, વાંકાનેર તાલુકામાં 172 એમએમ અને માળિયા તાલુકામાં 109 એમએમ વરસાદ નોંધાયેલ છે અને હજુ પણ આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી સમયમાં હવામાન ખાતાની આગાહી મુજબ અન્ય જિલ્લામાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આવી જ રીતે મોરબી જિલ્લામાં પણ મેઘરાજા પોતાનું હેત વર્ષ આવશે તેવી લોકોને આસાન અપેક્ષા છે




Latest News