વાંકાનેરના માટેલ ગામે આવેલ માટેલીયો ધરો વહેલી સવારથી ઓવરફ્લો
નવા નીરની આવક: મોરબી જીલ્લાના ૧૦ માથી ૯ ડેમના કેચમેટ વિસ્તારમાં ૧ થી ૩ ઇંચ વરસાદ
SHARE









નવા નીરની આવક: મોરબી જીલ્લાના ૧૦ માથી ૯ ડેમના કેચમેટ વિસ્તારમાં ૧ થી ૩ ઇંચ વરસાદ
મોરબી જિલ્લાની અંદર મેઘરાજા છેલ્લા લગભગ એક અઠવાડિયા જેટલા સમય ધીમીધારે વરસી રહ્યા છે જો કે, ગઇકાલે પડેલા સારા વરસાદના લીધે હવે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં પણ રાત્રિ દરમ્યાન એક થી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમજ ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે
મોરબી જીલ્લામાં ગઇકાલે પડેલા વરસાદ બાદ હાલમાં નદી, નાલા અને ડેમોમાં નવા પાણીની આવક ચાલુ થઈ ગયેલ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમ પૈકીના છ ડેમમાં નવું પાણી આવ્યું છે ત્યારે સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ છે તેની સાથોસાથ ડેમના કેચમેટ વિસ્તારમાં પણ રવિવારે સારો વરસાદ હતો જેથી ડેમમાં નવા પાણીની આવક થયેલ છે જો છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના જુદાજુદા ડેમના કેચમેટ વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો મચ્છુ -૧ ડેમ ઉપર ૫ મીમી, મચ્છુ -૨ ડેમ ઉપર ૭૫ મીમી, ડેમી -૩ ડેમ ઉપર ૫૫ મીમી, ડેમી -૨ ડેમ ઉપર ૨૦ મીમી, ડેમી -૧ ડેમ ઉપર ૪૦ મીમી, મચ્છુ-૩ ડેમ ઉપર ૬૬ મીમી, બ્રાહ્મણી -૧ ડેમ ઉપર ૫૦ મીમી, બ્રાહ્મણી -૨ ડેમ ઉપર ૩૮ મીમી, બંગાવડી ડેમ ઉપર ૨૦ મીમી અને ઘોડાધ્રોઈ ડેમ ઉપર ૪૨ મીમી વરસાદ નોંધાયેલ છે
