વાંકાનેરના માટેલ ગામે આવેલ માટેલીયો ધરો વહેલી સવારથી ઓવરફ્લો
SHARE









વાંકાનેરના માટેલ ગામે આવેલ માટેલીયો ધરો વહેલી સવારથી ઓવરફ્લો
મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં રવિવારના દિવસ અને રાત્રી દરમિયાન ખૂબ સારો વરસાદ પડ્યો છે જેથી કરીને સ્થાનિક નદી, નાલામાં વરસાદી પાણી વહેવા લાગ્યા છે દરમિયાન જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો વાંકાનેર તાલુકામાં રવિવારના આખા દિવસ દરમિયાન ૨૪ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જોકે ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાના કારણે વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે આવેલ માટેલીયો ધરો આજે વહેલી સવારે પાંચેક વાગ્યાથી ઓવર ફ્લો થઈ ગયો છે અને માટેલિયા ધારાનું પાણી હાલમાં રસ્તા ઉપરથી વહેવા લાગ્યું હોવાથી માટેલથી ઉપરના ભીમગુડા સહિતના તરફ જવાનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે જેથી કરીને તે બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા અને જતા લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે
