મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન માટે કાલે મિટીંગ આયોજન
મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં એનએસયુઆઇ કરશે એન્ટી ડ્રગ્સ આંદોલન
SHARE









મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં એનએસયુઆઇ કરશે એન્ટી ડ્રગ્સ આંદોલન
મોરબી જીલ્લા એનએસયુઆઇની સર્કિટ હાઉસ ખાતે કારોબારીની મિટિંગ રાખવામા આવેલ હતી જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી હાજર રહ્યા હતા અને તેમણે મોરબી સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં એન્ટી ડ્રગ આંદોલન કરવામાં આવશે તેવી જાહેરાત કરેલ છે અને આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે તેવું પણ કહ્યું હતું
મોરબી જીલ્લા એનએસયુઆઇના પ્રમુખ દેવેન્દ્રસિંહ રાજભા જાડેજાની આગેવાનીમાં સોમવારે બપોરે ૨:૦૦ કલાકે મોરબી જીલ્લા એનએસયુઆઇની જીલ્લા કારોબારીની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા, અલ્પેશભાઇ કોઠીયા, ચિંતન રાજ્યગુરુ, મુકેશભાઇ ગામી, હેમંગભાઈ રાવલ, એલ.એમ.કંઝારીયા, મહેશભાઇ રાજ્યગુરુ, હરદેવસિંહ જાડેજા, અશ્વિનભાઈ વિડ્જા, કે.ડી.પડસુંબિયા, હસુભાઈ પટેલ, કે.ડી.બાવરવા, પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા
આ મિટિંગ બાદ પત્રકારોને માહિતી આપતા ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતું કે, છેલ્લા મહિનાઓમાં ગુજરાતનાં જુદાજુદા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમા ડ્રગ્સનો જથ્થો પકડાયો છે અને આ ડ્રગ્સનો કારોબારો યુવા પેઢીને ખતમ કરી નાખે તેમ છે જેથી કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં એન્ટી ડ્રગ આંદોલન કરવામાં આવશે અને જુદાજુદા જિલ્લાઓમા જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે અને આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે તેવું પણ નરેન્દ્ર સોલંકીએ કહ્યું હતું
