મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં એનએસયુઆઇ કરશે એન્ટી ડ્રગ્સ આંદોલન
મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ
SHARE









મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ
મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની શાખા દ્વારા ૯ જુલાઈ વિધાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે યુવા નાદ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો તેમા મોરબી નગરની કારોબારીની ધોષણા કરવામાં આવી હતી અને ત્યારે મોરબી નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ સુદ્વા તેમજ નગર મંત્રી તરીકે શિવાંગભાઈ નાનકની નિમણુક કરવામાં આવી છે આ ઉપરાંત નગર સહમંત્રી તરીકે રાજદિપસિંહ જાડેજા, કર્મદીપસિંહ ઝાલા, જાનવીબેન મણીયાર, નગર ઉપાધ્યક્ષ- મુક્તાબેન સોલંકી,શિવાનીબેન ગણાત્રા, નગર કાર્યલય મંત્રી સંજયભાઈ ગજ્જર, નગર સોશિયલ મીડિયા સંયોજક હર્ષિતરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક કર્મભાઈ કાશુન્દ્રા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, રમત-ગમત ગતિવિધિ સંયોજક નિલેશભાઈ રાણપરા, પ્રેસ મીડિયા સંયોજક ધૈર્યભાઈ દવે, છાત્રાવાસ સંયોજક વેદાંતભાઈ ઓઝા, હેતભાઈ કંઝારિયા, કારોબારી સદસ્ય રવિભાઈ, પંડ્યા સાગરભાઈ, કુલદીપસિંહ ઝાલા, મિહિરભાઈ રાયકા, અનુરાગભાઈ પવાર, મૈત્રીભાઈ જોશી સમાવેશ કરવામાં આવેલ છે અને યુવા નાદ સાથે નવનિયુક્ત કારોબારી ઘોષણા કરવામાં આવી જેમાં અભાવિપ ગુજરાત પ્રદેશ આયામના સહ સંયોજક કુશલભાઈ બોસમીયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત કેમ્પસમાં ૧૧ માં ધોરણમાં ભણતા વિધાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદજી ટેસ્ટ, સુલેખન જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે જેમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રતિભાશાળી વિધાર્થીઓને સમ્માનિત પણ કરાશે
