ટંકારાના વીરવાવ ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી ૪ વર્ષના બાળકનું મોત
મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું
SHARE






મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો અને હોમલોનનું કામકાજ કરતો યુવાન થઇ ગયો હતો જેની પરિવારે ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરીને તપાસ હાથ ધરી હતી દરમ્યાન આ યુવાન મળી આવેલ છે અને આર્થિક ભીંસના લીધે તે ઘરેથી ચાલ્યો ગયો હોવાની માહિતી સામે આવી છે
શહેરના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં સરમાળીયા દાદાના મંદિર નજીક રહેતા મીનાબેન વાલજીભાઈ ચાવડાએ બો ડિવિઝન પોલીસ મથકે જાણ કરી જણાવ્યું હતું કે, તેમનો દિકરો ધીરજ વાલજીભાઈ ચાવડા (૨૨) ગત તા.૨૯-૭ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કંઇ કહ્યા વગર બહાર નીકળ્યો હતો અને બાદમાં તે પરત ન આવતાં તેની શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ ધીરજનો પત્તો ન લાગતાં અંતે પોલીસને જાણ કરવામાં આવેલ છે. અને ગુમ થયેલ ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં તે મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જો કે, કોરોનાના લીધે તેમાં મંડી આવી ગઈ હોવાથી કામ ધંધો ચાલતો ન હતો અને આર્થિક ભીંસ હતી જેથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


