મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫ જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર
મોરબીમાંથી ૪૬૦ ગ્રામ ગાંજા ઝડપાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE






મોરબીમાંથી ૪૬૦ ગ્રામ ગાંજા ઝડપાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ ઉપરથી થોડા સમય પહેલા બે શખ્સો ગાંજાની હેરફેરી કરતાં પકડાયેલ હતા અને આ ગુનામાં તેઓએ જેની પાસેથી માલ લીધો હતો તે આરોપીની એનસીપીએસના ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરેલ હતી આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના કંડલા બાયપાસ રોડેથી થોડા દિવસો પહેલા હરદીપસિંહ અશ્વિનસિંહ જાડેજા અને સંદીપ ચંદ્રકાંત કારીયા ગાંજાની હેરાફેરી કરતાં પકડાયા હતા અને પોલીસે તેઓની પાસેથી ૪૬૦ ગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો આ ગુનાની તપાસમાં આરોપીઓને માલ આપનાર દિપક રાજુભાઇ બુધ્ધદેવ જાતે લોહાણાની ધરપકડ કરવામાં આવી હતી આ ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસમાં દિપક રાજુભાઇ બુધ્ધદેવના કહેવાથી ૪૬૦ ગ્રામ ગાંજો પોતાની પાસે રાખીને અગાઉ પકડાયેલા બે આરોપીને માલ આપવા માટે ગયેલા વસીમ અજિતભાઈ સાંજી જાતે ખલીફા (૨૨) રહે, ટંકારા સિવિલ હોસ્પિટલ પાસે મૂળ ખંભાળિયા તાલુકો લાલપર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


