મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫ જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર
SHARE






મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫ જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર
મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા વિજ્ઞાન-ટેકનોલોજી શિક્ષણ વધુમાં વધુ બાળકોને મળે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા બાલ ઘર દ્વારા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે જુદીજુદી સ્કૂલને નિઃશુલ્ક 3D પ્રિન્ટર આપવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો અને આ કાર્યક્ર્મમાં પ્રથમ ચરણમાં ૨૫ જેટલી શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવેલ છે અને આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને શીખવવા માટે નર્મદા બાલ ઘર તરફથી એક પોર્ટલ દ્વારા દરેક સ્કૂલને નિઃશુલ્ક જોડવામાં આવી છે અને 3D પ્રિન્ટર ઉપરાંત ભવિષ્યમાં ડ્રોન, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્રોડક્ટ વગેરે ટેકનોલોજી ઉપર કાર્ય કરવામાં આવશે અને મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવા તરફના આ પ્રયત્નમાં મોરબી દ્વારા સહકાર મળી રહ્યો છે આ તકે આઈઆઈટીઇ ના વાઇસ ચાન્સેલર ડો. હર્ષદભાઈ પટેલ, ડો. બલવંતભાઈ જાની, ડો. અનામિક શાહ, ડો. નારાયણ દેસાઇ, ઉદ્યોગકાર કિરીટભાઇ વાસા, શશિકાંતભાઈ, સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ, મહેશભાઇ બોપલિયા તેમજ સંજયભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્ર્મને સફળ બનાવવા માટે નર્મદા બાલ ઘરની ટિમ તેમજ સાર્થક વિદ્યા મંદિરના પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી


