મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત રાજય કક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી


SHARE





























મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત રાજય કક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડના ગ્રાઉન્ડ ખાતે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે તીરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ગાઇડલાઇન મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આન બાન અને શાન સાથે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના વરદ્દ હસ્તે તીરંગો ફરકાવ્યા બાદ જિલ્લા કલેકટર જે.બી. પટેલ અને જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની આગેવાની હેઠળ ખુલ્લી જીપમાં પોલીસ જવાનોની પરેડનું નિરીક્ષણ કરી સિમિત સંખ્યામાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ દેશની આઝાદી માટે દેશના વીર સપૂતો અને આઝાદીના લડવૈયાઓનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા. દેશની આઝાદી માટે શહીદ થયેલા તમામ વીરો, આઝાદીના લડવૈયાઓ, મહાપુરુષો તેમજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપીને પ્રજાજોગ કરેલ ઉદ્દબોધનમાં રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મોરબી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અંગે સૌને વાકેફ કર્યા હતા.જિલ્લામાં ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો અંગે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ પ્રકાશ પાડ્યો હતો. કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લામાં આરોગ્ય, પોલીસ, શિક્ષણ વિભાગ, મહેસુલ વિભાગ, ગ્રામ પંચાયતો, ૧૦૮ની ટીમો દ્વારા કરવામાં આવેલ કાર્યોનો ઉલ્લેખ કરી અભિનંદન પાઠવી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મોરબી જિલ્લો વિકાસના પથ પર પ્રગતિ કરી રહ્યો છે તેમાં શિક્ષણ, ખેતી, ઉદ્યોગ, આરોગ્ય, રોડ-રસ્તા સહિત સરકારની વિવિધ યોજનાઓની અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ ઉપરાંત કોવીડ-૧૯ કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કોરોના વોરિયર્સનું રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે વિશેષ બહુમાન કરાયું હતુ. કાર્યક્રમના અંતે મહેમાનો અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.આ પ્રસંગે મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી સર્વ રાધિકા ભારાઇ, ઉપાધ્યાય, પઠાણ, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન, જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. સોલંકી, કાર્યપાલક ઇજનેર જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ દલર્ભજીભાઇ દેથરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી ભાજપ મહામંત્રીશ્રી જયોતિસિંહ જાડેજા, મોરબી સીટી મામલતદાર રૂપાપરા, મોરબી ગ્રામ્ય મામલતદાર જાડેજા, ચીફ ઓફિસર સરૈયા, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ સહિત સિમિત સંખ્યામાં અધિકારી, પદાધિકારીઓ સહિત સરકારી કર્મચારીઓ, હોદ્દેદારો, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

મોરબી નગરપાલિકા

મોરબી નગરપાલિકા ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, ઉપપ્રમુખ જયરાજસિંહ, પવડી ચેરમેન દેવાભાઇ અવાડીયા તેમજ પાલીકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય આગેવાનોની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ કુસુમબેન કે.પરમારના હસ્તે દ્વારાઅન્ય આગેવાનોની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.પાલિકા પ્રમુખ કુસુમબેન કે.પરમારના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો આ તકે સહિતનાઓ હાજર રહ્યા હતા.તેમજ શહેરની વિવિધ શાળાઓમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરની નવયુગ વિદ્યાલય, નાલંદા વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, નીલકંઠ વિદ્યાલય, રાંદલ વિદ્યાલય, ભારતી વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમાવિદ્યા સંકુલ સહીતની શાળાઓમાં ધ્વજવંદન કરાતા 

 

મોરબી સબ જેલ

મોરબી સબ જેલના અધિકારી-કર્મચારીઓ તથા બંદિવાનો દ્રારા હાલ વિશ્વસ્તરે ફેલાયેલ કોરોના વાયરસની ગાઇડ લાઇનને ધ્યાનમાં લઇ ૭૫ મી ૧૫ મી ઓગષ્ટ(સ્વતંત્રતા દિન) ના દિવસની ઉજવણી કરવામાં આવેલ તેમજ અધિક્ષક એલ.વી.પરમાર દ્રારા બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી બંદિવાનો તેઓના પરિવાર સાથે જેલ મુક્ત થઇ એક નવી જીદંગીનો આરંભ કરે તેવી શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News