મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મહિલા ભાજપ દ્વારા શહિદવિરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE

















મોરબી જિલ્લામાં મહિલા ભાજપ દ્વારા શહિદવિરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજરોજ ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે મોરબી ખાતે શહીદ વીર દામજીભાઈ અમરશીભાઈ બુડાસણાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મહામંત્રી હંસાબેન રંગપરીયા અને મંજુલાબેન ચૌહાણ, નૂતનબેન વિડજા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર તથા મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, રમેશભાઈ ભીમાણી, મહાદેવભાઇ રંગપરીયા તથા તેના કુટુંબીજનો હાજર રહેલ હતા અને શહીદવીર દામજીભાઈના ધર્મપત્ની બાળકોના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા હોવાથી તેમના મોટાભાઈ કેશવજીભાઇ અમરશીભાઈના ઘરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો અને શહીદવીર દામજીભાઈને પુષ્પની માળા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના મોટાભાઈને શાલ ઓઢાડી સન્માન કરેલ હતું દામજીભાઈ બંગાળની ખાડીમાં દેશના રક્ષણ માટે પેટ્રોલિંગ દરમિયાન વાવાઝોડું આવતા પોતાની બોટ ઉંધી વળી ગયેલ અને આપણા દેશ માટે શહીદ થઈ ગયા હતા તેમનું વતન માળીયા તાલુકાનું રાસંગપર ગામ છે અને દામજીભાઈ બીએસએફમાં પોતાની ફરજ બજાવતા હતા  

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News