મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાલે જીએસટી મુદે કરશે ધરણાં


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ કાલે જીએસટી મુદે કરશે ધરણાં

કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી નાખવામાં આવેલ છે ત્યારે પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા. ૫ ને શુક્રવારના રોજ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે વિરોધ પ્રદર્શન અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા જીએસટીને નાબૂદ કરવા માંગ કરશે.

તાજેતરા સરકારે ઘઉંનો લોટ ,મધ,ગોળ, અનાજ, દુધ, દહી, પનીર જેવી વસ્તુઓ પર જીએસટી લગાવેલ છે જેથી કરીને મોંઘવારી વધી છે ત્યારે લોકો ઉપર અસહ્ય બોજ વધી ગયો હોવાથી કોંગ્રેસ દ્વારા લોકોનો આવાજ બનીને ભાજપ સરકાર સામે વિરોધ વ્યકત કરશે ત્યારે મોરબી જિલ્લા  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો હોદેદારો સહિતના હાજર રહેશે જીએસટીની સાથોસાથ હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી ગરબા ઉપર ૧૮ ટકા જીએસટી નાખવામાં આવેલ છે તેમજ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આજની તારીખે આસમાને પહોચી ગયેલ છે ત્યારે મોઘવારીના મારથી લોકો હેરાન થઈ ગયા છે




Latest News