મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારા ઘુનડા (સ.) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી શૈક્ષણિક કીટ અપાઈ


SHARE





























ટંકારા ઘુનડા (સ.) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી શૈક્ષણિક કીટ અપાઈ

૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકાની શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળામાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના સંક્રમણ દરમ્યાન અવસાન  પામેલ ગામના રહીશ સ્વ.ભગવાનજીભાઈ નરસીભાઈ બાવરવાના સ્મરણાર્થે તેમના પુત્ર કૌશિકભાઈ ભગવાનજીભાઈ બાવરવા અને તેમના પરિવારજનો તરફથી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ ૧ અને ૨ ના ૭૫ જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા ૧૮૦૦૦ ની રકમની શૈક્ષણિક કીટ આપવામાં આવી છે કોવિડ -૧૯ ગાઈડ લાઈન મુજબ અને તેને અનુસરીને કાર્યક્રમ દરમ્યાન  વિદ્યાર્થીઓના વાલીઓને આ શૈક્ષણિક કીટ અર્પિત કરવામાં આવી હતી અને શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરી તેમની શૈક્ષણિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી અને ધ્વજ વંદન કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ.પરીક્ષામાં મોરબી જિલ્લામાં દ્વિતિય અને મોરબી તાલુકામાં પ્રથમ રહેલ શાળાની વિદ્યાર્થીની બરાસરા સ્વાતી હસમુખભાઈને સન્માનિત કરવામાં આવી હતી અને ગ્રામજનો તરફથી રૂપિયા ૧૦૦૦ નું અનુદાન શાળાને અપાયું હતું  
















Latest News