ટંકારા ઘુનડા (સ.) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતા તરફથી શૈક્ષણિક કીટ અપાઈ
મોરબી જીલ્લામાં સિંચાઈ કેનાલો અને ધોરિયાઓના અધૂરા કામ પૂરા કરવાની માંગ
SHARE
મોરબી જીલ્લામાં સિંચાઈ કેનાલો અને ધોરિયાઓના અધૂરા કામ પૂરા કરવાની માંગ
મોરબી જીલ્લામાં સિંચાઈ સેવા સદનની સાથે બાકી રહેલી કેનાલો તેમજ ધોરિયાઓ તાત્કાલિક પુરા કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે
તેમણે જણાવ્યુ છે કે, મોરબીમાં સિંચાઈ સદન બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવા માટે રજૂઆત કરવમાં આવેલ છે. જો કે, આ રૂપિયા તો ફાળવવા ના જ છે. અને મોરબીમાં સિંચાઈ સદન બનશે તેનો આનદ છે પરંતુ હાલમાં સૌથી વધારે જરૂરિયાત મોરબી જીલ્લાના મચ્છુ-૩ ડેમ તેમજ ડેમી-૩ ડેમની કેનાલો કે જે અધુરી છે. તે જલ્દી પૂરી થાય તેની લાગે છે. તેમજ મચ્છુ-૨ ની કેનાલના કામો પણ અધૂરા છે. તેમજ મોરબી જીલ્લા માં આવતી નર્મદા કેનાલની કેનાલો જેવી કે માળિયા, ધ્રાંગધ્રા , અને મોરબી બ્રાંચ કેનાલ ની ડિસટ્રીબ્યુટરી, માયનોર, સબમાયનોર, વોટરકોર્ષના કામો જે બાકી છે. તે જલ્દી પુરા થાય તે ખુબજ અગત્યનું છે.
માળિયા અને મોરબી તાલુકાના સિંચાઈની સુવિધાથી વંચિત ગામોની કેનાલની માંગણી બાબતે છેલ્લી પેટા ચુંટણીમાં સતાધારી પક્ષના જવાબદાર નેતાઓ દ્વારા આપવામાં આવેલ વચન મુજબ જલ્દી આ કામ મંજુર કરીને આગામી ચુંટણી પહેલા કામ ચાલુ કરવામાં આવે તે માટે માંગણી કરેલ છે. અને સિંચાઈ વિહોણા ગામો માટે મચ્છુ-૨/૩ માંથી કેનાલ મોટી કરીને લંબાવવાના કામને ખરેખર મંજુરી આપવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે તે પણ જરૂરી છે જો આવું કરવામાં નહિ આવે તો પેટા ચુંટણીમાં આપેલ વચનો લોલીપોપ વચનો જ હતા તેવું માનીને આ વિસ્તારના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.