મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ ના રોજ ૯૨ સ્થાનોએ કરવામાં આવ્યું ધ્વજવંદન
મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ
મોરબી સિવિલ હોસ્પિટલ જીલ્લા કક્ષાની હોસ્પિટલા છે અને ત્યાં જિલ્લાના જુદાજુદા તાલુકામાથી બાળકોની સારવાર માટે લોકો આવતા હોય છે ત્યારે આ હોસ્પીટલમાં બાળકોના ડોકટરો રજા ઉપર હોવાથી બાળકોને લઈને આવતા પરિવારજનો સારવાર માટે હેરાન પરેશાન થાય છે તે અંગેની રાજ્યના મુખ્ય મંત્રી, આરોગ્ય મંત્રી અને કલેકટરને સામાજિક કાર્યકરો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયાએ મુખ્ય મંત્રીને જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં કક્ષાની સિવિલ હોસ્પીટલ મોરબીમાં છે ત્યાં બાળકોના કેશ બહુ વધારો થયેલ છે તથા બાળકોમાં શરદી-ઉધરસના કેશો વધુ હોય છે ડબલ્યુ.એચ.ઓ.ના અહેવાલ મુજબ કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની હોય અને અત્યારે તેની શરૂઆત થઇ ગયેલ છે તેવી સ્થિતિ ઉભી થાય ત્યારે જ સિવીલ હોસ્પિટલના ડોકટરો કે જે બાળકોના ડોકટરો છે તે લાંબી રજા ઉપર ગયેલા છે જેથી બીમાર બાળકોને સરાવાર માટે લઈને આવે છે જો કે, તેઓને રાજકોટ સારવાર માટે લઈ જવા પડે છે
મોરબી સિવિલમાં માળિયા, હળવદ, વાંકાનેર, ટંકારા તથા મોરબીના ગામડામાંથી બાળકોની સારવાર માટે લોકો આવે છે ત્યારે તેના નિદાન તાત્કાલીક કરવામાં આવતા નથી અને આવા દર્દીઓને રાજકોટ મોકલવામાં આવે છે જેથી ધણી હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તથા ગરીબ પરિવારોને આર્થિક ભારણ પણ વધે છે અને ઇમરજન્સી બાળકોના કેસ આવે ત્યારે બાળકોના ડોકટરો હોતા જ નથી જેથી કરીને મોરબી સિવિલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે આ અંગે મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ રસ લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર મળે તેના માટે નક્કર કામ કરે તેવી માંગ કરવામાં આવી છે