મોરબી સિવિલ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ
મોરબીમાં ભાગીદાર પાસેની ઉઘરાણીના ટેન્શનમાં ફિનાઇલ પી લેતા યુવાન સારવારમાં
SHARE
મોરબીમાં ભાગીદાર પાસેની ઉઘરાણીના ટેન્શનમાં ફિનાઇલ પી લેતા યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર નજીક રહેતા વૃષભ કૌશિકભાઈ રાવલ નામના ૧૮ વર્ષના યુવાને ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે બનાવ અંગે તપાસ શરૂ કરી હતી.જેમાં નિવેદનમાં ભોગ બનેલ વૃષભ રાવલે પોલીસને જણાવ્યું હતું કે, તેણે ભાગીદારીમાં ધંધો શરૂ કરવાનો હતો જોકે લોકડાઉનને લીધે ધંધો શરૂ થઈ શક્યો ન હોય અને ભાગીદાર સાથે હિસાબના પૈસા લેવાના નીકળતા હોય તે વાતના ટેન્શનમાં તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!
આધેડ સારવારમાં
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા ગુણવંતભાઈ ગાંડુભાઇ સધરાકીયા નામના ૫૮ વર્ષીય આધેડે ઘંઉમા નાંખવાની ઝેરી ટીકડી ખાઇ લેતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ કરાતા મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ તપાસ શરૂ કરી જેમાં ખુલ્યુ હતું કે પેટના દુખાવાને લઈને માનસિક અસ્વસ્થતાના પગલે ગુણવંતભાઈએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના અરસામાં કોઈ ઝેરી જીવડુ કરડી જવાથી વિજય રાઠોડને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
વાહન અકસ્માતે ઈજા
મોરબી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આગળ જતા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ જતો ટ્રક આગળના ટ્રક સાથે અથડાયો હતો જે બનાવમાં રાજસ્થાનના બાડમેરના વતની શ્રીરામ ઘીયારામ ચૌધરી જાતે જાટ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે મોડી રાતે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો અશોક બચુભાઈ કોળી નામનો ૪૩ વર્ષીય યુવાન વાંકાનેરના પલાસવા ગામે હતો ત્યાં ટ્રકમાંથી કૂદકો મારીને ઉતરતા સમયે ટ્રકમાંથી પડી જતા ઇજાઓ થવાથી અશોકભાઇને સારવારમાં અહીંની ખાનગી હોસ્પિટલે લવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”