મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર વગર વાંકે ભીક્ષુકને માર મારનાર બે ઇસમોની શોધખોળ


SHARE

















મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર વગર વાંકે ભીક્ષુકને માર મારનાર બે ઇસમોની શોધખોળ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ ઉપર રહીને ભીક્ષાવૃતી કરીને ગુજરાન ચલાવતા વિપ્ર આધેડને બે ઈસમો દ્વારા માર મારવામાં આવતાં ઈજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા હતા. સારવાર લીધા બાદ ભોગ બનેલા કિશનભાઇ દેવશંકરભાઈ તેરૈયા જાતે રાજગોર બ્રાહ્મણ (૫૦) ધંધો ભિક્ષાવૃત્તિ રહે.મોરબી રેલ્વે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ ઉપર એ સલીમ ઉર્ફે ઢીંગલી અને યુનુસ ઉર્ફે બાડો નામના બે ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તા.૧૫-૮ ના રાતના દસેક વાગ્યે તેઓ જડેશ્વર મંદિરની સામે આવેલ ફૂટપાથ ઉપર સૂતા હતા ત્યારે વગર વાંકે ત્યાં આવીને ઉપરોકત બંને ઇસમોએ તેમને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી હાલ બંને વિરુદ્ધ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ એમજી.વાળાએ બંને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

રાજસ્થાનના ભીલવાડા વિસ્તારમાં રહેતા ભાગચંદભાઈ ગોપાલજી તૈલી નામના ૨૫ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ સીમોલેક્ષ કારખાના પાસે આવેલ પેટ્રોલ પંપ પાછળ કોઈ પુરુષે માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં ભાગચંદભાઇ તૈલીને કિશોર મહારાજ નામની વ્યક્તિએ અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડયો હતો. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ખૂલ્યું હતું કે ભાગચંદભાઈ ડ્રાઇવિંગનું કામકાજ કરે છે અને માલ(ટાઇલ્સ) ભરવા માટે મોરબી આવ્યા હતા માલ ભરતા પહેલા નીચે ખડ નાંખવાનું કહ્યું હતું ત્યારે સામેવાળા મજુર સાથે બોલાચાલી થયા બાદ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી હાલ તેમની અરજી લઈને હુમલાખોર વિરૂદ્ધ કાર્યવાહી કરવા તપાસ શરૂ કરવામાં આવી છે.

બાળકી સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા જતી સારંગાબેન રહેમસિંગ બીમવાળા નામની ૧૨ વર્ષીય મધ્યપ્રદેશના મિટોનની રહેવાસી બાળકીને કારના ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રસ્ત સારંગાબેનને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News