વાંકાનેરનાં નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે " ભસ્મ આરતી " યોજાઈ
ટંકારા નજીક લક્ષ્મીનારાયણ જીન પાસે યુવાનને રોકીને લૂંટી લેનારા ત્રણ લૂંટારુઓની ધરપકડ
SHARE
ટંકારા નજીક લક્ષ્મીનારાયણ જીન પાસે યુવાનને રોકીને લૂંટી લેનારા ત્રણ લૂંટારુઓની ધરપકડ
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને લૂંટની ફરિયાદ નોંધાવી હતી તેની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને ૮૫૦૦ ના મુદ્દામાલની લૂંટ ચલાવિને નાશી ગયેલા ત્રણ આરોપીઓને ટંકારા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે
ટંકારાના સરદારનગર ખાતે રહેતા ઈમરાનભાઈ હનીફભાઇ વિકીયાણી જાતે સંધિ (૧૯)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે નોંધાવી આવી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે, ટંકારા નજીક આવેલા લક્ષ્મીનારાયણ જીન પાસેથી તે તા ૯/૮ ના રોજ રાતે સવા અગીયાર વાગ્યાના અસરામાં પસાર થતો હતો ત્યારે બાઇક નંબર જીજે ૩૬ કે ૮૬૩૭ આવેલા ચાર શખ્સો દ્વારા તેના ગળા ઉપર છરી રાખીને તેની પાસેથી ૪૦૦૦ રૂપિયાની કિંમતનો વિવો કંપનીનો મોબાઇલ તેમજ તેના ખીસ્સામાં રહેલા રોકડા રૂપિયા ૪૫૦૦ ની લૂંટ કરી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ઇમરાન વિકીયાણીની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે લૂંટના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાં પાનસીંગ ઉર્ફે રાજુભાઇ રમેશભાઇ વસુનીયા (રપ) રહે. ઘૂટું રોડ વાઇપ્રસ માઇટ્રોન કારખાનામાં મુળ રહે. ડરી મંગળદા એમ.પી., રમેશભાઇ મહેતાબભાઇ વમુનીયા (૪૦) રહે. જબલપુર ટંકારા મુળ રહે. ડેરી મંગળદા એમ.પી. અને લોકેશાભાઇ નરશીભાઇ અનારે (ર૧) રહે. જબલપુર ટંકારા મુળ રહે. ડેરી મંગળદા એમ.પી. વાળાની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે