મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

સુખ, સુવિધા અને વિકાસ ક્યારે મળશે ?: ટંકારા તાલુકા સાથે સરકાર-સરકારી બાબુઓનું ઓરમાયુ વર્તન ! 


SHARE













સુખ, સુવિધા અને વિકાસ ક્યારે મળશે ?: ટંકારા તાલુકા સાથે સરકાર-સરકારી બાબુઓનું ઓરમાયુ વર્તન ! 

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબી જીલ્લો બન્યો તેવી જ રીતે ટંકારા તાલુકો બન્યો છે. પરંતુ આ ટંકારા તાલુકા માટે સુખ, સુવિધા અને વિકાસ જાણે કે  હજારો જોજન દુર હોય તેવું લાગી રહ્યું છે.ટંકારા તાલુકામાં તાલુકા કક્ષાની પૂર્ણ સુવિધા યુક્ત અને સંપૂર્ણ મહેકમ અને દરેક ફેકલ્ટીના ડોકટરો સાથેની સિવિલ હોસ્પિટલ નથી. જેના માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આજ દિન સુધી કઈ પગલાં લેવામાં આવેલ નથી ટંકારામાં સારી, સુવિધા યુક્ત હોસ્પિટલ સંપૂર્ણ મહેકમ અને દરેક ફેકલ્ટીના ડોકટરો મૂકવાની માંગ કરી છે

આ ટંકારાના તાલુકા મથકને નગરપાલિકા બનાવવા માટે પણ માંગણી કરેલ છે. તે બાબતે પણ આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી જયારે માળિયા(મી.) ટંકારા કરતા નાનું હોવા છતાં આજુ બાજુના વિસ્તારને તેમાં ભેળવીને નગરપાલિકા બનાવવામાં આવેલ છે. તો ટંકારાને શા માટે નગરપાલિકા આપવામાં આવતી નથી ટંકારા તાલુકા મથક ન હતું ત્યારે બસ સ્ટેન્ડ હતું પરંતુ હાલમાં  તાલુકા મથક હોવા છતાં બસ સ્ટેસન નથી. માટે બસ સ્ટેસન ક્યારે મળશે ? તે પર્શ્ન છે ટંકારા તાલુકામાં જીન્નીંગ, પ્રેસિંગ તેમજ ઓઈલ મિલના  ઉદ્યોગો આવેલા છે. અને કપાસના જીનીંગમાં આગ લાગવાની સૌથી વધારે શક્યતાઓ હોય છે માટે અગાઉ ફાયર સ્ટેસન બનાવવા માટેની માંગણી કરેલ છે. જેને હજુ સુધી ધ્યાને લેવામાં આવેલ નથ








Latest News