મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ


SHARE

















મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની જરૂર છે ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન અને કૃભકો ન્યુ દિલ્હીના ડાયરેકટર મગનલાલ વડાવિયાએ રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલને લેખીત રજુઆત કરેલ છે.

મોરબી તાલુકાના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા કુલ ૧૪ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.આ વર્ષે ચોમાસુ પાક બહુ જ સારો થયેલ છે. હાલમાં વરસાદ ખેંચાતા આ પાક નિષ્ફળ જાય તેમ છે. તો હાલમાં મચ્છુ-ર ડેમમાંથી કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને એક પાણ આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતો અટકી શકે તેમ છે.સરકાર દ્વારા આપેલ સુચના મુજબ પીવા માટે પાણી રીઝર્વ રાખવા જણાવેલ છે.પરંતુ હાલની સ્થિતીએ મચ્છુ-ર ડેમમાં ૧૬૦૦ MCFT પાણી રહેલ છે જો ખેડૂતોને સિંચાઇ માટે એક પાણ પુરતુ પાણી આપવામાં આવે તો ૨૦૦ MCFT પાણીની જરૂરીયાત રહે તો પણ મચ્છુ-ર ડેમમાં ૧૪૦૦ MCFT પાણીનો જથ્થો રહેશે. હાલમાં દર મહિને પીવાના પાણીનો ૨૦૦ MCFT જથ્થો ઉપડે છે.મચ્છુ-ર ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઇ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો સાત માસ સુધી ચાલે તેમ છે એટલે કે આગામી માર્ચે-૨૦૨૨ સુધીનો પીવાના પાણીનો જથ્થો રહેલો છે તો ખેડૂતના પાક માટે એક પાણ પાણી આપવામાં આવે તો મોટી નુકશાનીમાંથી ખેડુતો બચી શકે તેમ છે માટે ઉપરોકત બાબતે યોગ્ય વિચારીને સિંચાઇ માટે પાણી આપવા મગનભાઇ વડાવીયાએ માંગ કરેલ છે.




Latest News