મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે સાતમ-આઠમના પર્વ નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણનું થશે વિતરણ 


SHARE













મોરબીમાં જલારામ મંદિરે સાતમ-આઠમના પર્વ નિમિતે રાહતદરે મીઠાઈ-ફરસાણનું થશે વિતરણ 

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સાતમ-આઠમના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે. વિતરણ આગામી તા.૨૫-૮-૨૦૨૧ બુધવારથી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અને ફરસાણ તેમજ મીઠાઈ લેવા આવનાર દરેક વ્યક્તિએ પ્રવર્તમાન પરિસ્થિતી ને અનુલક્ષીને માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સીંગનુ ફરજીયાત પાલન કરવાનુ રહેશે.

શુધ્ધ અમૂલ ઘીમાંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીત ની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર,રત્લામી સેવ,ભાખરવડી,ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, સાબુદાણા, માખણીયા સહીતનુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે તેમ મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા અને નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યુ છે.








Latest News