મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના જોખમી બિલ્ડીંગમાં ભયના ઓથાર નીચે કામ કરતાં કર્મચારીઓની સલામતી સામે સવાલ


SHARE







મોરબી પાલીકાના જોખમી બિલ્ડીંગમાં ભયના ઓથાર નીચે કામ કરતાં કર્મચારીઓની સલામતી સામે સવાલ

મોરબી નગર પાલીકા કચેરી હાલમાં ખંઢેર હાલત છે અને છતમાંથી પોપળા પડતા હોય છે જેથી કરીને કર્મચારીઓ ભયના ઓથાર નીચે કામ કરી રહ્યા છે ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય સમારકામ કરવાની માંગ કરેલ છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયાજગદીશભાઇ જી. બાંભણીયાએ હાલમાં કલેક્ટરને રજૂઆત કરી છે કે, મોરબી પાલિકાની એ ગ્રેડમાં આવે છે જો કે, પાલીકાનું બીલ્ડીંગ તંત્રના પાપે ખંઢેર જેવુ થઈ ગયું છે અમે ઘણી વખત છતમાંથી પોપળા પડતા હોય છે જે ગમે ત્યારે કર્મચારી કે પછી અરજદાર ઉપર પડે તેવી શક્યતા છે અને જો કોઇની ઉપર છતમાંથી પોપળા પડે અને ઇજા થાય કે જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે અને પાલિકામાં કોઈ દુર્ઘટના બને તે પહેલા નવી ઓફીસનું કામ બંધ છે તેને ચાલુ કરીને વહેલી તકે નવી ઓફિસને કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ વાધપરા વિસ્તાર ડો. બળવંતભાઇના દવાખાનાની સામે, ખોખાણી શેરીમાંમહાજન ચોક પાસે ઘણી જર્જરિત બિલ્ડીંગો છે જે ગમે ત્યારે લોકો માટે જીવલેણ બને તેમ છે જેથી કરીને આવી બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સ્થાનિક લેવલેથી કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે 






Latest News