મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ત્રણ વખત જમવાની માંગવા છતાં ન આપતી મહિલાના મોબાઈલને પતિએ તોડી નાખતા કર્યો આપઘાત: માળીયા (મી)ના ખાખરેચી ગામનો બનાવ


SHARE









ત્રણ વખત જમવાની માંગવા છતાં ન આપતી મહિલાના મોબાઈલને પતિએ તોડી નાખતા કર્યો આપઘાત: માળીયા (મી)ના ખાખરેચી ગામનો બનાવ

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા યુવાનની પત્નીને યુવાને જમવાનું આપવા માટે બેથી ત્રણ વખત કહ્યું હતું અને ત્યારે તેની પત્ની મોબાઈલ જોતી હતી જેથી યુવાન અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ યુવાને ગુસ્સામાં આવીને તેની પત્નીના હાથમાં રહેલ મોબાઈલ ફોનને તોડી નાખ્યો હતો જેથી મનોમન લાગી આવતા મહિલાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ એક્ઝીશન કારખાનાના લેબલ કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નેત્રસિંહ રામપ્રતાપસિંહ ગોડ (25) ના પત્ની રાખીસિંહ ગોડ (19) એ લેબર કવાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને તેના પતિ નેત્રસિંહએ બેથી ત્રણ વખત જમવાનું કાઢવા માટે કહ્યું હતું પરંતુ તેની પત્ની મોબાઇલ જોતી હોય તેણે જમવાનું પીરસ્યું ન હતું જે બાબતે પતિ એન પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારે નેત્રસિંહ તેના પત્નીના હાથમાં રહેલ મોબાઈલ ફોન લઈને તોડી નાખ્યો હતો જેથી ઝઘડા અને મોબાઈલ તોડી નાખવા બાબતે મનોમન લાગી આવતા મહિલાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News