મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો


SHARE









વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો

વાંકાનેરના સરકારકા ગામે રહેતા માલધારી પોતાના ઘેટા બકરાને વાડામાં પૂરતા હતા ત્યારે તે જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા ઘેટા બકરાને કેમ ચલાવતો નથી તેમ કહીને માલધારીને ગાળો આપી હતી અને બાદમાં ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ વડે શરીરે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના સરકારકા ગામે રહેતા નાથાભાઈ મયાભાઈ મુંધવા (55)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ બટુકસિંહ ઝાલા રહે. સરધારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે વાડામાં ઘેટા બકરા પૂરતા હતા ત્યારે આરોપીએ તેને કહ્યું હતું કે “તું ઘેટા બકરા કેમ ચલાવતો નથી” ત્યાર બાદ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો આપીને ફરિયાદીને છાતીમાં તથા વાસના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો અને સફેદ કલરની ગાડીમાંથી પાઇપ લઈ આવીને ફરિયાદીને હાથના કાંડા ઉપર પાઇપ માર્યો હતો તેમજ શરીરે ઇજાઓ કરી હતી અને જતા જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી 




Latest News