મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE









માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયા પોલીસ ચોકીથી આગળના ભાગમાં મહાસતીજી સાથે સેવક મહિલા પસાર થઈ રહ્યા હતા દરમિયાન બોલેરો ગાડીને ચાલકે બંનેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહાસતીજી સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગાંધીધામ ખાતે સુંદરપુરી ઇકોની બાજુમાં રહેતા નરેશકુમાર નરસીભાઈ મકવાણા (37)એ બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે 19 વાય 7762 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપરથી તેઓના માતા રતનબેન તથા મહાસતીજી સ્મૃતિબાઈ સ્વામી પસાર થઈ રહ્યા હતા દરમિયાન બોલેરો ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને પાછળથી ફરિયાદીના માતા તથા મહાસતીજીને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના માતા સહિત બંનેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
અંજારના વિજયનગરમાં સરકારી હોસ્પિટલની સામેના ભાગમાં રહેતા નટુભાઈ વેલુભા રાઠોડ (65) એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર નંબર આરજે 7 જીઈ 4817 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે કચ્છ મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસેથી મોરબી તરફ જવાના રસ્તા ઉપરથી તેઓ પોતાની બલેનો કાર નંબર જીજે 12 એફબી 6259 ને લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરના ચાલકે પાછળથી કારમાં પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને કરોડરજ્જુના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધ એડવોકેટે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News