મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE







ટંકારાના નસીતપર અને હળવદમાં જુગારની જુદીજુદી બે રેડ: 16 શખ્સો 2.24 લાખના મુદામાલ સાથે પકડાયા

ટંકારાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી 91,700 રૂપિયાની રોકડ તથા મોબાઈલ મળીને 1,21,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. હળવદ શહેરમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા 10 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 1,03,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ છગનભાઈ કડીવાર (54), કાંતિલાલ કરસનભાઈ આદ્રોજા (55), બલવીરભાઈ ધીરજલાલ બરાસરા (37), ભરતભાઈ પ્રભુભાઈ વીરસોડિયા (52), હિતેશભાઈ ઓધવજીભાઈ હોથી (40) તેમજ દિનેશભાઈ કાંતિલાલ વીઠલાપરા (58) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 91,700 ની રોકડ કબજે કરી હતી અને 30,000 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન કબ્જે કરીને કુલ 1,21,700 ની કિંમતના મુદ્દામાલને કબજે કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી ટંકારાના પીઆઈ જે.ડી.ઝાલાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

હળવદ શહેરી વિસ્તારની અંદર આવેલ ધરતીનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ પરમારની વાડીએ ઓરડીમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર, લગધીરસિંહ ઉર્ફે લાલભા હનુભા ઝાલા, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રત્નાભાઇ કંઝારીયા, મહેશભાઈ ટીનાભાઇ થરેશા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા, રાજુભાઈ સમરભાઈ કાંકરેચા, જેસીંગભાઇ કરણાભાઈ કુંભારીયા અને ઝાલાભાઇ હિન્દુભાઈ જાદવ રહે. બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,03,300 ની રોકડા કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News