વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
SHARE
વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
કોરીધાકોડ પડેલી મચ્છુ નદીમાં ધસમસતા પુર : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા : મચ્છુ ડેમની જળ સપાટી 27.89 ફુટ પહોંચી
વાંકાનેર પંથકમાં ગઈકાલે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આક્રમક બેટીંગ કરી હતી. માત્ર ચાર કલાકના ટુંકા સમયગાળામાં 4.5 ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા સમગ્ર વાંકાનેર પંથક ધમરોળાઈ ગયું હતું. વરસાદના કારણે મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ઉપરવાસમાં નહીવત વરસાદના કારણે વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમમાં પાણીની સામાન્ય આવક શરૂ થઈ છે, જેમાં ડેમની જળસપાટીમાં અડધા ફૂટનો વધારો થતા વર્તમાન જળસપાટી 27.89 ફુટ નોંધાઈ છે.
વરસાદનું સૌથી મનોરમ દ્રશ્ય મચ્છુ નદી પર જોવા મળ્યું હતું. જે મચ્છી નદી ગઈકાલ સવાર સુધી સાવ ખાલીખમ અને કોરીધાકોડ પડી હતી તે જ નદીમાં બપોર થતા જ ઉપરવાસમાંથી ધસમસતા નવા નીરનું આગમન થયું હતું. સવારની ખાલી નદી બપોર સુધીમાં ખળખળ કરતી વહેતી થતા સ્થાનિકો અને ખેડૂતોમાં હર્ષ અને આનંદની લહેર છવાઈ ગઈ છે. આ સાથે જ વરસાદની સ્થિતિની વાત કરીએ તો સમગ્ર પંથકમાં જળબંબાકાર વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં વાંકાનેર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરીના અભાવે પાણી ભરાતા નાગરીકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ હાઈવે જકાતનાકા ખાતે રેલ્વે ઓવરબ્રીજ નીચે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે