મોરબીના રફાળેશ્વર ગામે મારામારી, છેડતી અને એટ્રોસીટીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ
મોરબીના આમરણ નજીક ફાર્મા પ્રોડક્ટ બનાવતા યુનિટમાં કેમિકલની અસર થતા બે યુવાન સારવારમાં
SHARE
મોરબીના આમરણ નજીક ફાર્મા પ્રોડક્ટ બનાવતા યુનિટમાં કેમિકલની અસર થતા બે યુવાન સારવારમાં
મોરબી તાલુકાના આમરણ ગામે ફાર્મા પ્રોડક્ટ બનાવતી કંપનીમાં કેમિકલની અસર થતા બે યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના વિસ્તારમાં આવેલ આમરણ ગામે પીપળીયા રોડ ઉપરના અવ્યુકત કેમ એલએલપી નામનું યુનિટ કે જે ફાર્મા પ્રોડક્ટ બનાવવાનું કામકાજ કરે છે ત્યાં સફાઈ કામ દરમિયાન લિથેનોલ પાવડર ઉડતા તેમજ કેમિકલ વાળા હાથે માવો-મસાલો બનાવીને ખાતા ચક્કર આવવાથી રાહુલ અરવિંદકુમાર પાસ્વાન (૨૨) અને મુરારી ભુવનેશ્વરપ્રસાદ પાસ્વાન (૩૮) નામના બે મજૂર યુવાનોને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલ તપાસ ચાલુ છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો પાસેના સવેરા સીરામીક નજીક રહેતા મહોમદ અનીશ ઇન્દલનત મુસ્લિમ (૨૦) નામના યુવાનને થોડા દિવસો પહેલા રફાળેશ્વર ગામે મેળા દરમિયાન થયેલ ઝઘડામાં રોષ રાખીને માર મારવામાં આવ્યો હોય તેને સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતો અમન હબીબ ચાનીયા નામનો બાર વર્ષનો બાળક દાઉદી પ્લોટ વિસ્તારમાં રાષ્ટ્રીય શાળા પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતા અમન ચાનીયાને પણ સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના શકત શનાળા ગામ પાસે રહેતા રૂપલબેન ભાનુભાઈ ડાંગર નામની ૨૫ વર્ષીય મહિલા એકટીવા લઈને જતા હતા ત્યારે બાઈક ચાલકે તેમને પાછળથી હડફેટે લેતા ઇજાઓ થવાથી રૂપલબેન ડાંગરને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મોરબીના કાલિકા પ્લોટ પાછળ આવેલ સાયન્ટિફિક રોડ નર્મદા હોલ નજીક રહેતા કરીમ વલીમામદ વેરડા નામના ૩૬ વર્ષના યુવાનને મોટરસાયકલમાં જતા સમયે કોઇ રીક્ષા ચાલકે પાછળથી હડફેટે લીધા ઇજાગ્રસ્ત હાલતમાં કરીમભાઈને સારવાર માટે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા રમેશભાઈ મૂળજીભાઈ સોલંકી નામનો ૪૫ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે સુસવાવ ગામ પાસે અજાણ્યા વાહન સાથે અથડામણ થતા ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ સોલંકીને સારવાર માટે મોરબી ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરાવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક રહેતા યુવરાજસિંહ મનહરસિંહ ડાભી નામના ૨૭ વર્ષના યુવાનને સામાકાંઠે આવેલ કુળદેવી પાન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં બી ડિનિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.