વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ​​​​​​​  મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મારામારી, છેડતી અને એટ્રોસીટીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે મારામારી, છેડતી અને એટ્રોસીટીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે થોડા દિવસો પહેલા મારામરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઇ હતી જેમાં મારામારી અને એટ્રોસીટીના ગુનામાં પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર પાસે માથાકૂટ થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે બને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં સુનિતાબેન ખીમજીભાઇ પરમાર (૩૨) રહે. રફાળેશ્વર કૈલાશ નળીયાના કારખાના વાળાએ અંતિમસિંહ, અંતિમસિંહનો ભાઈ, ટાઇલ્સ કટીંગના કારખાના વાળા ભરવાડ અને ગેરેજવાળા પટેલની સામે છેડતી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા રફાળેશ્વર ગામે મેળા દરમિયાન નશાની હાલતમાં યુવાન દ્વારા લારીવાળાઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હોય તેને લઇને બોલાચાલી થયા બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલ મારામારી, છેડતી અને એટ્રોસિટીના ગુનામાં હાલમાં ડિવાઇએસપી મુનાખાન પઠાણ દ્વારા અંતિમસિંહ બનેસિંહ જાડેજા જાતે ક્ષત્રિય (૩૬) રહે. બેલા (રંગપર), નીલરાજસિંહ બનેસિંહ જાડેજા જાતે ક્ષત્રિય (૩૮) રહે. બેલા (રંગપર), નવઘણ ઉર્ફે પોપટ ધારાભાઈ ઝાપડા (૩૫) રહે. શ્યામ સોસાયટી નેહડા વિસ્તાર પંચાસર રોડ મોરબી અને દશરથ રઘુભાઈ માકાસણા જાતે પટેલ (૩૫) રહે. પટેલ નગર આલાપ સોસાયટી પાસે રવાપર રોડ મોરબી મૂળ રહે.ચરાડવા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

રોડ ક્રોસ કરતાં બાઇક હડફેટે ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે ગ્રીનલેન્ડ પાર્ક વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ વાલજીભાઈ સોલંકી નામનો ૩૮ વર્ષીય યુવાન હળવદ રોડ ઉપર આવેલ શબરી હોટલ નજીક રોડ ક્રોસ કરતો હતો ત્યારે બાઈક ચાલેકે તેને હડફેટે લેતા નરેન્દ્રભાઈ સોલંકીને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા હેમલતાબેન જયંતીભાઈ બારેજીયા નામની મહિલા વાડીએથી બાઈકમાં બેસીને ઘરે આવી રહ્યા હતા તે દરમિયાનમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા હેમલત્તાબેનને પણ સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.








Latest News