માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી: રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રવિવારે રાજકોટમાં રેલી યોજાશે


SHARE











મોરબી: રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રવિવારે રાજકોટમાં રેલી યોજાશે

રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રવિવારે રાજકોટમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કે.જી.થી પી.જી. સુધી ફરજ બજાવતા શિક્ષકો અને અન્ય ખાતાના કર્મચારીઓની આ રેલીમાં જોડાશે

કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા.૩/૯ ના સફળ આયોજન બાદ ગત તા.૭/૯ ની સરકારે બનાવેલી પાંચ મંત્રીઓની કમિટી સાથે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની બેઠકનું કોઈ પરિણામ ન મળતા જૂની પેન્શન યોજના તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અન્વયે આગામી તા. ૧૧/૯ ને રવિવારે  સૌરાષ્ટ્ર સંભાગની રાજકોટ ખાતે મહારેલીનું આયોજન કરેલ છે. કર્મચારી એકતાના બુલંદ અવાજને સરકાર સુધી પહોંચાડવા સૌરાષ્ટ્ર સંભાગના જિલ્લાઓ જેમાં કચ્છમોરબી, સુરેન્દ્રનગરભાવનગર,બોટાદગીર સોમનાથ,જૂનાગઢદેવભૂમિ દ્વારકા,પોરબંદરજામનગર અને રાજકોટ તેમજ રાજકોટમાં નિવાસ કરતા અન્ય તાલુકા અને જિલ્લાના શિક્ષકો સહિતના કર્મચારિયો બહોળી સંખ્યામાં બહુમાળી ભવન સામેફન વર્લ્ડ ગેટથી શરૂ કરી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી કલેકટર કચેરી રાજકોટ સુધી તા ૧૧ ના રોજ સવારે ૧૦ કલાકે રેલી પ્રસ્થાન થશે અને કલેકટરને આવેદન અર્પણ કરવામાં આવશે. अभी नहीं तो फिर कभी नहीं! અને એક હી માંગ એક હી નારા પુરાની પેન્શન દે સરકાર ના નારા સાથે દિવસે ને દિવસે કર્મચારીઓની માંગણી બુલંદ થતી જોવા મળી રહી છે.






Latest News