મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

હળવદની મેરૂપર શાળાની બાળાને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઇ


SHARE







હળવદની મેરૂપર શાળાની બાળાને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઇ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે  વાર્ષિક સત્રાંત પરીક્ષાના આધારે ધોરણ ૫ અને ૭ માં  ગુજરાતી , ગwણિત અને વિજ્ઞાન ટેકનોલોજી ત્રણેય વિષયમા ૭૫ % થી વધારે ગૂણ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થી  તરીકે પસંદગી કરવામા આવે છે.૭૫ % થી વધુ ગૂણ મેળવનાર પૈકી ટોપ 5 વિદ્યાર્થીઓને  પસંદ કરી ૫ સપ્ટેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાનાં શ્રેષ્ઠ  શિક્ષક  સન્માન સમારોહમા સન્માનિત કરવામા આવે છે.વર્ષ  ૨૦૨૨ મા એપ્રિલ માસમા લેવાયેલ સત્રાંત કસોટીમા મેરુપર પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની ક્રિષ્ના ઘનશ્યામભાઇ ભાડજા ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં કુલ ગુણ ૨૪૦ માથી ૨૩૮ ગુણ મેળવી પ્રતિભાશાળી  વિદ્યાર્થી  તરીકે  પસંદગી થતા પ સપ્ટેમ્બરના રોજ રાજયના મહામહિમ રાજ્યપાલ , મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમા પ્રતિભાશાળી  વિદ્યાર્થી  તરીકે સન્માનિત થયેલ છે.સમગ્ર મોરબી જિલ્લામાથી પ્રતિભાશાળી વિદ્યાર્થી  તરીકે પસંદ થતાં મોરબી જિલ્લા  તથા મેરુપર પે સેન્ટર  શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય,બી.આર.સી.સી. સી.આર.સી.સી તથા સરપંચ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સહિતનાએ કિષ્ના ભાડજાને અભિનંદન પાઠવેલ હતા






Latest News