માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી કરાઇ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી કરાઇ 

મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયનસ  ક્લબના ચીફ પેટર્ન ઈલા હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં આવેલી ઇન્ડિયન લાયન્સની ૭૮ થી વધારે કલબો સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબે ધો. ૭,૮ અને ૯ ના આર્થિક રીતે નબળા બાળકોને કોમ્પ્યુટરનો ત્રિપલ સી કોર્સ ફ્રી માં કરાવવામાં આવશે તેવું આયોજન કર્યું છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સુજાતન કોમ્પ્યુટર કલાસના સંચાલક ઇલા હીનાબેન પરમાર (સુજાતન કોમ્પ્યુટર ક્લાસ) તરફથી તમામ વ્યવસ્થાઓ કરી આપવાની જાહેરાત કરી છે વિવિધ શાળાઓમાંથી જે બાળકો ટેલેન્ટેડ હોય પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે કોમ્પ્યુટરની ફી ન ભરી શકતા હોય તેવા જુદી જુદી શાળાના કુલ ૫૧ વિદ્યાર્થીઓની ફી નો ખર્ચ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા માટે સુજાતન કોમ્પ્યુટર ક્લાસનો સમગ્ર ઇન્ડિયન લાયોનેસ ક્લબએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રોજેક્ટના મુખ્યદાતા દુબઈ સ્થિત નરેશભાઈ મેપાણી છે અને મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળે તે માટે જે તે શિક્ષકોએ શોભનાબા ઝાલા (૯૯૭૯૩ ૨૯૮૩૭) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News