માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો


SHARE











રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નવયુગ કોલેજ ખાતે કરવામાં હતું.

૩૬મી નેશનલ ગેમ્સ ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓકટોબર દરમિયાન ગુજરાતમાં યોજાનાર છે જે અંતર્ગત ૩૬મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો તથા વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત નવયુગ  શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાના જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજશેભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજશેભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ૩૬મી નેશનલ ગેમ્સના ગુજરાતમાં મંડાણ થવા જઇ રહ્યા છે જે ગર્વની બાબત છે. જીવનમાં સ્પોર્ટનેશ અને સ્પોર્ટ સ્પીરીટને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, ભણતર અને ગણતર સાથે રમતનું પણ આગવું મહત્વ છે. વધુમાં મંત્રીએ તમામ વિધાર્થીઓને ભણો, ગણો અને સારા રમતવીર બનો તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ તથા જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે મુછાર, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, વિનોદ પટેલ, નવયુગ વિધાલયના ટ્રસ્ટી પી.ડી.કાંજીયા સહિત અગ્રણીઓ, રમતપ્રેમીઓ તથા વિશાળ સંખ્યામાં યુવાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News