મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ૧૭૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો


SHARE









મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ૧૭૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી સંચાલિત “મોરબી જિલ્લા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩”નું આયોજન તા. ૧૧ તથા ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું હતું.


આ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં આશરે ૧૭૦૦ જેટલા સ્પર્ધકોએ આ ભાગ લીધો હતો. આ સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં વહેંચાયેલ હતી. જેમાં, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગ તથા સાહિત્ય વિભાગની કુલ – ૨૩ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ સ્પર્ધકો તથા સીધી જ જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધામાં જિલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્પર્ધકોને સર્ટીફીકેટ પણ સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કાલારસિકો ખુબ જ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા



Latest News