માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉલેકવા વધુ એક વખત આપ્યું  આવેદનપત્ર


SHARE











મોરબી જીલ્લામાં આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉલેકવા વધુ એક વખત આપ્યું  આવેદનપત્ર

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા પગાર વધારા સહિતના મુદે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આંદોલન પણ કરવામાં આવેલ છે તો પણ પ્રશ્નો ઉકેવામાં આવેલ નથી ત્યારે ૫૦૦૦ વેતન પગાર છે કે શું ?, ઇન્સ્ટેન્ટીવ અપાશે કે નહીં તેની સ્પષ્ટતા કરવાની માંગ કરેલ છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે

દેશમાં કોરોના કાળ સમયે પણ આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોને જે જવાબદારી આપવામાં આવી હતી તે પૂરી કરવામાં આવી છે તો પણ તેઓના પ્રશ્નોને કેમ ઉકેલવામાં આવતા નથી તે સૌથી મોટો પ્રશ્ન સી હે ત્યારે આજે મોરબીમાં આંગણવાડી વર્કર, આશાવર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને તેઓના પગારમાં વધારો કરવામાં આવે, ગ્રેડ વધારવામાં આવે, ગ્રેચ્યુઈટી આપવામાં આવેલ, મુખ્ય સેવિકાને ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવે છે તો પણ બહેનોના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી આજે ફરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ૫૦૦૦ રૂપિયા પગાર છે કે શું ?, ઇન્સ્ટેન્ટીવ અપાશે કે નહીં ? તેની સ્પષ્ટતા કરવાની માંગ કરેલ છે 






Latest News