મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું અવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે : રમેશભાઈ ઓઝા


SHARE









૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું અવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે: રમેશભાઈ ઓઝા

મોરબીમાં શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા શરૂ થયેલ છે ત્યારે માજી મુખ્યમંત્રી સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યારે શ્રોતાઓને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠેથી જણાવ્યુ હતું કે, ૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું આવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને પહેલા દિવસે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને કોરોનામાં મૃત્યુ પામેલા દિવ્યાંગોના મોક્ષ માટે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોધરા, માજી સાંસદ વલ્લભભાઇ કથીરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાંતિભાઈ અમૃતિયાને પરિવાર દ્વારા જે કથાનું આયોજન કર્યું છે તેને બિરદાવયુ હતું

ભાગવત સપ્તાહમાં ભાઈશ્રી દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ મોરબીના ઇતિહાસમાં મોરબીના લોકોએ ત્રણ ત્રાસદીનો હિંમતપૂર્વક સામનો કર્યાની વાત ભાગવત વચ્ચે ભાઈશ્રીએ કરી હતી જેમાં મચ્છુ ડેમ તૂટ્નોયો, ભૂકંપમાં કચ્છ અને મોરબીને નુકસાન કરેલ અને કોરોના મહામારીમાં મોરબીને પડેલી ખોટ અંગે વાત કરતા ભાઈશ્રીએ મોક્ષનું માર્ગ અને ધર્મની વાત કરી હતી અને ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મોરબી સહિત ગામે ગામથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવ વિભોર થઈ ભાગવતનું સ્મરણ કર્યું હતું.




Latest News