માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના દીર્ઘાયુને લઈને આવતીકાલે યજ્ઞ, ૭૨ કિલો સુખડીની કેક કપાશે


SHARE











મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના દીર્ઘાયુને લઈને આવતીકાલે યજ્ઞ, ૭૨ કિલો સુખડીની કેક કપાશે

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમયકાળ દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અને શનાળા ગામે ભાગવત સપ્તાહ ચાલી રહી છે તે દરમિયાનમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આવતીકાલ તા.૧૭-૯ ના રોજ જન્મદિવસ આવી રહ્યો હોય તેમના જન્મદિવસ નિમિત્તે અને તેમની દીર્ઘાયુને લઈને આયુષ્ય યજ્ઞનું ઉમાટાઉનશીપ ખાતે આયોજન કરવામાં આવેલું છે.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું છે.ત્યારે તા.૧૭-૯ ને શનિવારના રોજ લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે.તેમજ પૂજ્ય ભાઈશ્રી ૭૨ કિલો સુખડીની કેક કાપશે અને ૭૨ ટન સુખડી વિતરણ કરાશે.તા.૧૭ ના બપોરે ૩:૩૦ કલાકે પ્રારંભ થનાર આ યજ્ઞનું બીડું સાંજે ૬:૩૦ કલાકે પૂજ્ય ભાઈશ્રી દ્વારા હોમાશે અને પૂજ્ય ભાઈશ્રીના જ સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે સાંજે ૭ કલાકે પ્રસાદનું આયોજન કરાયેલ છે.તેમ પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જનયણાવેલ છે.






Latest News