માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના બાળકોના જન્મદિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના બાળકોના જન્મદિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજજનપર ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોતાના બે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રોકડ રકમ શાળાને અર્પણ કરવામાં આવી હતી.

શ્રી સજનપર પ્રા.શાળાના શિક્ષક આદ્રોજા કેતનભાઈ અને દલસાણીયા ડિમ્પલબેનએ પોતાના બંને પુત્રો ધ્યાન અને ધ્યાતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.જેમાં તેમના તરફથી સજજનપર પ્રાથમિક શાળાના તમામ બાળકોને પેન-પેન્સિલ તેમજ પ્રાથમિક શાળાને રોકડા રૂા.૧૫ હજાર અર્પણ કરીને પોતાના બાળકોના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામા આવી હતી જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ તેનો અભિનંદન પાઠવેલ છે અને શાળા પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

માળીયામાં ફ્રી નિદાન - સારવાર કેમ્પ યોજાશે

માળીયા ખાતે ઇન્ડીયન ઓઇલના સૌજન્યથી તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા તા.૧૭-૯ ના રોજ એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે અને ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. માળીયા ખાતે ૮-એ નેશનલ હાઇવે ખાતે ઇન્ડીયન ઓઇલ અને તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા તા.૧૭ ને શનિવારના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૩:૩૦ સુધી  એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ.હસ્તી આઇ. મહેતા દ્વારા જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા મહેતા ઔષધ ભંડાર ઉપર, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી, લુહાર ચાલ, હુસેનપીરની દરગાહ પાસે ખાતે રાહત દરે ફિઝીયો થેરાપી ચલાવએ છે અને સોમવારથી શનિવાર સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ સુધી.રૂા.૫ ના નજીવા દરે દવાઓ આપવામાં આવે છે.






Latest News