માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીનું છરીની અણીએ અપહરણ કરવાના ગુનામાં નવ આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીનું છરીની અણીએ અપહરણ કરવાના ગુનામાં નવ આરોપીની ધરપકડ

મોરબીના બંધુનગર ગામ પાસેથી પ્રેમ લગ્ન કરનારા યુવાનની પત્નીનું થોડા દિવસો પહેલા છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ત્રણ મહિલા સહિત નવ આરોપીની ધરપકડ કરેલ છે જે પૈકીનાં છ આરોપી જમીન મુક્ત થયેલ છે અને મહિલાઓને આજે કોરટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

વિરમગામમાં રેલ્વે ફાટક પાસે કાળુભાઈ મારવાડીના મકાનમાં ભાડે રહેતા તેમજ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનમાં ઝાલાવાડ પોટરી મફતપરા રવિનગર પાસેનો રહેવાસી મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયા જાતે કોળી (૨૧) હાલ બંધુનગર પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પંપ પાસે રહેતો હોય અને ત્યાંથી તેની પત્ની લક્ષ્મીબેન મહેશભાઇ માત્રાણીયા જાતે કોળી (લક્ષ્મીબેન અમરશીભાઇ રાઠોડ)નું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મહેશભાઇએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અશોક કેશાભાઇ ધરજીયા, જીણા કેશાભાઇ ધરજીયા, વિપુલ તેના સાસુ વસંતબેન સહિતનાઑ દ્વારા અજાણ્યા ઈસમો આવ્યા હતા અને ત્યારે છરીની અણીએ લક્ષ્મીબેનનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમજ તેઓને ગાળ આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જે ગુનામાં પોલીસે આરોપી અશોક કેશાભાઇ ધરજીયા (૩૨), જીતેન ઉર્ફે જીતો કેશાભાઇ ધરજીયા (૨૬) અને વિપુલ વિનોદભાઇ સાપરા (૧૯) નિતાબેન આશોકભાઈ ધરજીયા રહે. ચારેય થાન, પ્રભુભાઈ રામભાઈ રાઠોડ (૩૫), આલાભાઈ વાલાભાઈ રાઠોડ (૫૦), અમરશીભાઈ વાલાભાઈ રાઠોડ (૪૨) અને વસંતબેન અમરશીભાઈ રાઠોડ રહે. ચારેય વિનયગઢ તેમજ સોનાબેન લક્ષ્મણભાઈ મકવાણા રહે. થાન ની ધરપકડ કરેલ છે અને છ પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તે આરોપીઓ જમીન મુક્ત થયેલ છે અને મહિલા આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યુ છે






Latest News