ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં તામસી મગજ-ટેન્શનના લીધે યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના પ્રેમજીનગરમાં તામસી મગજ-ટેન્શનના લીધે યુવાને કર્યો આપઘાત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગરમાં રહેતા યુવાને તામસી મગજ અને માનસિક તકલીફના લીધે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા કેતનભાઇ બચુભાઈ વરણ (ઉંમર ૧૮) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઇ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક યુવાનના પરિવારજનોના કહેવા મુજબ મૃતક યુવાન તામસી મગજનો હતો અને તેને માનસિક તકલીફ હતી જેથી તેને ટેન્શનમાં આવીને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News