ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા


SHARE











મોરબી શહેરમાં ભુલા પડેલા વૃદ્ધાને 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોચાડ્યા

મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમા 83 વષૅના માજી એકલા ભુલા પડયા હોય રવાપર વિસ્તારમાથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને તેમને મદદની જરૂર છે. 181  અભયમની ટીમને જાણ થતા કાઉન્સિલર જાગૃતિ ભુવા તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન ધલવાણિયા અને પાયલોટ હેદરભાઈ સ્થળ પર પહોંચી કાઉન્સલિગ કરી પરિવાર ની માહિતી મેળવી સુરક્ષિત ઘરે પહોચાડયા હતા.

મોરબીના  એક રવાપર વિસ્તારમા 83 વષૅના માજી અશકત હાલતમા ભુલા પડયા હોવાનો કોલ મળતા મોરબી 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી. મધ્ય રાત્રીના સમયે માજી ઘરેથી નીકળી ગયા હતા અને  માજીની સ્થિતી ખૂબ જ દયાજનક હતી. શરીરે અશક્તિ આવી ગઈ હોવાથી ચાલી શકતા ન હતા. જેથી માજીનુ કાઉન્સેલિગ કરતા તેમણે જણાવ્યું કે તેઓ તેમના દીકરાની વહુના સાથે તકરાર થતા અવાર-નવાર ઘરેથી નીકળી જાય છે. વૃદ્ધાની વાત સાભળી તેમનું સરનામુ પુછતા બરાબર યાદ ન હોવાથી અનેક પ્રયત્નો બાદ વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દીકરાનો સંપર્ક કરી વૃદ્ધાને તેમના ઘરે પહોચાડી તેમના દિકરાની વહુને સોંપવામાં આવ્યા હતાં.

તેમના દિકરાની વહુનુ કાઉન્સેલિગ કરતા જાણવા મળ્યુ હતું કે માજી ઉંમરના કારણે માનસિક અસ્વસ્થ હોવાના કારણે વારંવાર ઘરેથી કોઈને પણ જાણ બહાર નીકળી જાય છે. તેમના દિકરાની દિકરીએ વધુમાં કહ્યુ હતું કે અગાઉ પણ ઘણી વખત માજી ઘરેથી નીકળી ગયા હતાં. આમ 181 ની ટીમ દ્વારા માજીના દિકરાની વહુને જણાવેલ કે તેઓ માજીનુ ધ્યાન રાખે અને સાર-સંભાળ રાખે તો માજી વારંવાર ઘરેથી નીકળી ન જાય તેવી લાબી સમજાવટ આપવામાં આવી હતી અને માજીને સલામત રીતે ઘરે પહોચાડવા બદલ તેના પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો






Latest News