મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળિયા (મીં)ના કોબા વાંઢ વિસ્તારમાં માતા-પુત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ


SHARE







માળિયા (મીં)ના કોબા વાંઢ વિસ્તારમાં માતા-પુત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ

માળિયા મીંયાણાના કોબા વાંઢ વિસ્તારમાં ભેસ ખેતરમાં આવી ગઈ હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી કરીને ભેંસ ચરાવવા બાબતે બોલચલી થયેલ હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે માતા અને પુત્રને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે બેવડી હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

માળીયા મીંયાણા તાલુકાના કોબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી ઇશાભાઈ મોવરના કૌટુંબિક ભત્રીજા યુસુફભાઈ મોવરના દીકરા શાહરૂખ મોવરે છરી વડે હુમલો કરીને ફરિયાદી ઇશાભાઈ મોવરના પત્ની ઝરીનાબેન ઇશાભાઈ મોવર (ઉમર ૪૫) અને દીકરા હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૩) ને છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી ફરિયાદીના દીકરા હબીબ મોવરે આરોપીને “તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતો” તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગાળાના ભાગે તેમજ તેની માતાને સાથળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી શાહરૂખ યુસુફભાઈ મોવર રહે. કોબા વાંઢ વિસ્તાર માળીયા મીંયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News