મોરબીના દલવાડી સર્કલ પાસે નેચરલ ગેસની લાઇનમાં લીકેજથી નાસભાગ
ટંકારાના કલ્યાણપર ગામે બાળકો માટે સુવિધાથી સજ્જ બગીચો અર્પણ
SHARE
ટંકારાના કલ્યાણપર ગામે બાળકો માટે સુવિધાથી સજ્જ બગીચો અર્પણ
ટંકારાના કલ્યાણપર ગામે યુવા સરપંચ દિનેશભાઈ વાધરિયાએ ગામના વિકાસ માટે ઝુંબેશ હાથ ધરી છે અને લોકોની સુવિધા માટે ડામર રોડ, ઓક્સિજન પાર્ક, સીસીટીવી કેમેરા, ટોકન ઉપર પાચ રુપિયામા ફિલ્ટર પાણી, ખેડૂતો માટે મિતાણા ડેમમાંથી સિંચાઈનુ પાણી અને હવે ગામના બાળકો માટે પંચવટી યોજના હેઠળ બગીચો અને રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે તેમજ ગ્રામ્ય યુવા કમિટી અને સોશ્યલ મિડિયા ગ્રુપ એક્ટિવ કરવામાં આવેલ છે વધુમાં સરપંચ દિનેશભાઈ વાધરિયાએ જણાવ્યું છે કે કલ્યાણપર ગામને ગોકુળિયું બનાવવા પંચાયતની ટીમ અને તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા સહિતના જહેમત ઉઠાવી રહયા છે