માળીયા(મી)ના નાની બરાર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોનો હોકી-ધોકા વડે હુમલો
માળીયા(મીં)ના સરવડ ગામે જન્મ દિવસની અનોખી ઊજવણી
SHARE
માળીયા(મીં)ના સરવડ ગામે જન્મ દિવસની અનોખી ઊજવણી
દરેક માતા પિતા પોતાના વ્હાલ સોયા દીકરા દીકરીના જ્ન્મ દિવસની ઉજવણી તો કરતા જ હોય છે જેમાં કેક કાપી, મીણબત્તી બુઝાવી વિદેશી કલચરનું આંધળું અનુકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે માળીયા (મિં.) ના સરવડ ગામના ભરતભાઈ બાબરીયાએ પોતાની દીકરી રચનાના જન્મ દિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેમનું પૂજન કરી આશીર્વાદ લઈને કરી હતી. ત્યારે રાસંગપર ગામના પાટિયા પાસે આવેલ "સંગાથ વૃદ્ધાશ્રમ"ના વડીલો સાથે દિવસ વિતાવી તેની પાસેથી વાર્તા સાંભળી રમત રમી. તેમજ ઘુન ગીતો ગાઇને વડીલો સાથે ખુશીની વહેંચણી કરી હતી.