મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા ગાયનું મોત


SHARE













મોરબીના ત્રાજપરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા ગાયનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી ગાયનું મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક ખાતે આવીને ખોડાભાઈ કમાભાઈ ગોલતર ભરવાડ (૫૫) રહે.મોરબી-૨ ત્રાજપર એસ્સારના પેટ્રોલ પંપ પાછળ વાળાઓએ જાહેરાત કરી જણાવ્યું હતું કે, ત્રાજપર ગામના ઝાંપા પાસે ઈલેક્ટ્રીક શોટ લાગવાથી તેઓની પાંચ વર્ષની ગાયનું મોત નિપજેલ છે.જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કાલીકા પ્લોટ મેઈન રોડ વજેપર વિસ્તારમાં રહેતો હિરેન બટુકભાઇ ડાભી નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે શહેરના સામાકાંઠે ત્રાજપર નજીક અજંતા હાર્ડવેરની પાસે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હિરેન ડાભીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા બુટાભાઈ બાલુભાઈ ગીંગોરા નામના ૪૪ વર્ષીય યુવાન બેલા ગામના બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં તેને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત બુટાભાઈને પણ સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતો જસમત માધુભાઈ ચૌહાણ નામનો ૨૮ વર્ષનો યુવાન બાઇક લઇને મોરબી આવતો હતો ત્યારે નવલખી રોડ ઉપર ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે અજાણી કારના ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત જસમત ચૌહાણને સારવારમાં ખસેડાયો હતો.જયારે મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામ પાસે આવેલ ઓલવેઝ સેરાટેક કંપની નજીક અજાણી દવા પી જતા સજજનપર ગામના સોહીલ વિનોદભાઇ સોરીયા (૨૨) નામના યુવાનને સારવારમાં સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.




Latest News