મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારાની ૧૭ સોસાયટીના લોકોએ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા કરી માંગ


SHARE













ટંકારાની ૧૭ સોસાયટીના લોકોએ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા કરી માંગ

ટંકારા અને જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓને સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી કરીને લોકો સાથે અન્યાય કરવામાં આવતો હોવાથી સુવિધા અને સગવડ માટે સ્થાનિક લોકો દ્વારા જબલપુર ગામના રેવન્યુ સોસાયટીમાં વસેલી ૧૭ સોસાયટીઓને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે અને દયાનંદ સરસ્વતીને માન મળે એવુ આર્યગામ બનાવવા માંગ કરી છે

ટંકારાની બાજુમાં જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી ૧૭ સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા ૧૨૦૦ જેટલા લોકો દ્વારા અલગ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ કરી છે અને ૨૨ જેટલા અભિપ્રાય પોઝીટીવ ફાઈલ તૈયાર કરી આપી હોવા છતાં આ વખતે અલગ પંચાયત ન મળતા લોકોમા રોષની લાગણી છે જે લોકોની સુવિધા મળી રહી નથી તેમાં હરીઓમનગર , હરિઓમનગર -૨, બાલાજી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ધર્મભકિત સોસાયટી, અયોધ્યાપૂરી સોસાયટી, દેવનગર, રાજધાની પાર્ક, જામીનારાયણ નગર, અવધ પાર્ક, આર્યનગર, પ્રભુનગર સોસાયટી, સરદારનગર -૧, સરદારનગર -૨, સરદારનગર-૩, શ્યામ પાર્ક અને મહાલક્ષ્મી  પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે અને અહીં વસવાટ કરતા લોકોને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળી નથી જેથી લોકોએ આર્ય ગામની રચના કરવા નવી પંચાયતની માંગ કરી છે 








Latest News